મોજ-મસ્તીથી ભરપૂર રહેશે આ વીક, OTT પર ધૂમ મચાવશે શાનદાર ફિલ્મો અને સીરીઝ
ઈમ્તિયાઝ અલી નિર્દેશિત અમર સિંહ ચમકીલામાં દિલજીત દોસાંઝ અને પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રખ્યાત પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની બાયોપિક ફિલ્મ 12 એપ્રિલથી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.
આ શોમાં બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હુમલાના કારણે વિશ્વના અંતની વાર્તા બતાવવામાં આવી છે. ફોલઆઉટ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 12 એપ્રિલથી જોઈ શકાશે.
મનોજ બાજપેયીની ફિલ્મ સાયલન્સ, ની સિક્વલ સાયલન્સ 2 16 એપ્રિલથી OTT પ્લેટફોર્મ Zee5 પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ વખતે મનોજ બાજપેયી એક નવા અને વધુ દમદાર અંદાજમાં જોવા મળશે.
આ એક તેલુગુ ફિલ્મ છે, જેમાં એક અઘોરીની વાર્તા બતાવવામાં આવી છે. જે ભૂખનો ઈલાજ શોધવા હિમાલય તરફ પ્રયાણ કરે છે. આ ફિલ્મ 12 એપ્રિલથી OTT પ્લેટફોર્મ G5 પર જોઈ શકાશે.
દિવ્યાંકા ત્રિપાઠી દહિયા અને એજાઝ ખાન અભિનીત સીરીઝ અદ્રશ્યમ 11મી એપ્રિલથી સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ સીરીઝની સ્ટોરી સીક્રેટ એજન્સી IB47 પર આધારિત છે, જે આતંકવાદ સામે લડીને દેશની રક્ષા કરે છે.